તરંગી જીવ જ જીવન માણી શકે,
પોતાની ફરતે સ્વપ્ન સૃષ્ટિ રચી શકે,
પાંખો લગાવી આકાશમાં ઉડી શકે,
વાદળો સાથે સંતાકૂકડી રમી શકે,
ટમટમતા તારલા ઓને વીણીને લાવી શકે,
સુરજ સામે હાથ ધરીને છાયડો કરી શકે,
ઝૂંપડામાં બેસીને આલીશાન મહાલયોમાં ફરી શકે,
સુકો રોટલો ખાઈને છપ્પનભોગ નો ઓડકાર ખાઈ શકે,
ચિથરે હાલ વસ્ત્રોમાં વૈભવી ઠાઠ અનુભવી શકે,
ઝાંઝવાના જળ માં દરિયો તરી ગયાનો આનંદ માણી શકે,
માછલીઓ સાથે હોડ લગાવી શકે, ખરેખર,
તરંગી જીવ જ જીવન માણી શકે,
પોતાની ફરતે સ્વપ્ન સૃષ્ટિ રચી શકે.
#તરંગી