આજનો સમાજ છતી આંખે આંધળો થયો છે...
"શિક્ષાના એકમો બદલાયા,
જ્ઞાનીના માપદંડ બદલાયા...
પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ,
આર્યાવર્તી પ્રજા તરંગી થતાં અતરંગી થઇ..."
કહે છે કે અંગ્રેજો આવ્યા પહેલાં ભારતવર્ષ
ગુરુઓ,ઋષિઓની છત્રછાયામાં વેદજ્ઞાનનું કેન્દ્ર હતું.
નાલંદા,વલભી જેવી મહાન મોટી મોટી વિધ્યાપીઠો ભારતમાં હતી,તો એ દોઢસો વર્ષમાં એવું શું બન્યું કે સમગ્ર વિશ્વને શૂન્ય આપનાર ભારતનો જ્ઞાનભંડોળ શૂન્ય થઇ ગયું. આર્યાવર્તની માતૃભાષા અથવા તો એમ કહું કે સમગ્ર ભાષાઓની જનની એવી "સંસ્કૃત ભાષા" જ વિલુપ્ત થઇ ગઇ? ક્યાં ગયા ચારેય વેદ? ક્યાં ગયા બધા ઉપનિષદ?
ક્યાં ગયા જગતભરથી આર્યાવર્તમાં જ્ઞાન પ્રાપ્તિ માટે આવતા શિષ્યો??
પ્રશ્ન ઘણા છે,ઉત્તર એકપણ નહીં....
બધું બદલાઈ ગયું...
દેશ ગુલામ થયો...
પાછો આઝાદ તો થયો પરંતુ પાંગળો...
"ધડ-માથું/હાથ-પગ વગરનો...
વેદ-પુરાણ/ભાષા-ગુરુ વગરનો..."
નવો દેશ/નવી સવાર/ નવી સંસ્કૃતિ /નવા સંસ્કાર...
આજની પેઢીની ભાષામાં કહું તો -"હાઇબ્રિડ"....
જેમાં કોઇ કસ નહીં,કોઇ સ્વાદ નહીં,
કોઇ સંસ્કાર નહીં,કોઇ જ્ઞાન નહીં"
હા વિજ્ઞાન આવ્યું - શાનું? અરે જ્ઞાનનું જ ને બીજા શાનું?
જેમકે,વિજ્ઞાનમાં શોધ થઇ અને જાણવા મળ્યું કે,"સૂર્ય તો પૃથ્વીથી ૧૪,૯૬,૦૦,૦૦૦ કી. મી. દૂર આવેલો છે...
જે આપણા વેદ-પુરાણોએ સદીઓ પહેલાં જ શિખવ્યું છે કે,"જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ "...
હશે,નવી બોતલમાં પુરાની શરાબ...
અરે તો જ કેફ ચઢે નેએએએએ???
નહીંતર શું... કે મઝ્ઝા ના આવેએએ...
પણ કેફ એવો ચઢ્યો... એવો ચઢ્યો... એવો ચઢ્યો...
કે હજુ ઉતરવાનો નામ નથી લેતો...
સમાજ જાણે છે કે આજ શાળાઓમાં જે ઇતિહાસ
ભણાવવામાં આવે છે એ જીવનમાં ક્યાંય પણ ઉપયોગી નથી. આ તો આપણે બધી ઇ.સ. યાદ ના રાખી શક્યા ને એટલે ચાલો આપણા છોકરાવનેય ધંધે લગાડીયે,એનેય ખબર પડે કે ગાંધીજી કઇ સાલમાં જન્મ્યા એ કેમ યાદ રખાય...
પણ એ'લા... એ'ય...
પાછો વળને...
ગાંધીજી, કઇ સાલમાં જન્મ્યા કે કયા ગોદડામાં જન્મ્યા?
તને યાદ રહ્યું કે ભૂલાઈ ગયું... જે હોય તે...
પણ આજ સુધી કોણે તને પુછ્યું? જ્યારથી તું ભણીને પાછો આવ્યો ત્યારથી કરીને આજ સુધી?
કોઇએ નહીં?
અરરરરર....ભારે કરી આતો...
તો જે ભણ્યો એ નક્કામું જ ને?
હાઆઆઆ...
તું તો જાણીયે ગયો.... કે હારુ લોચો થઇ ગયો...
પણ ફરી પાછું એનું એ... બાળકને તો એજ ઇતિહાસ ભણવાનો જે આપણી એ વખતની સો'કોલ્ડ સરકારે ભણાવવાનો કહ્યો તે...
સૌ કોઇ જાણે છે કે," વગર હથિયારે યુદ્ધ ના જીતાય...
પછી એ કુરુક્ષેત્ર હોય કે ગુલામ ભારત..."
ભગવાન શ્રીકૃષ્ણને જો યુદ્ધક્ષેત્રમાં વિજય માટે શસ્ત્ર ઉઠાવવા પડતા હોય તો "સાબરમતી ના સંત" વગર હથિયારે યુદ્ધ જીતી જાય!!!!??? ખરેખર???
તો નેતાજી સુભાષચંદ્ર બોઝે તો સાવ અમથા જ સેના તૈયાર કરી,જર્મનીમાં હિટલરનો સાથ આપ્યો,અંગ્રેજોને ચારેબાજુથી વેરણ-છેરણ કર્યા..."તુમ મુઝે ખૂન દો,મૈં તૂમ્હે આઝાદી દૂંગા"... આ બધું તો શું હતું???ધતિંગ???
હોઇ શકે... ઇતિહાસ ભણીને આવીયે તો ધતિંગ જ માનવું પડે ને? જો "દેદી હમેં આઝાદી,બીના ખડગ બીના ઢાલ"
આ ભણેલ શિષ્ય તો નેતાજીને" સાવ જ" કહેશે ને???
"સાવજ"તો નહીં જ કહે... સ્વાભાવિક છે...
પણ એ જ શિષ્ય કે વિદ્યાર્થી ભણી ગણીને સમાજમાં આવે. હવે આ સમાજના સામાજિક પ્રાણીઓ આ નવશિખિયાને ગીતાનું જ્ઞાન લેવાનું સૂચવે....
એટલે આ તો ભાઇ એવો ઘૂમરે ચઢે કે ના પૂછો વાત...
બિચ્ચારો એવો અટવાય કે" શસ્ત્ર ઉપાડું કે બીના ખડગ બીના ઢાલ લડું??"
પાછો વિચારે... જો બકા,"બાપુએ ઢાલ વાપરી હોત તો ગોળી ના વાગેત"...બાપુ બે-ચાર વરહ હજુ ખેંચી જાત...
તો ઉઠ અર્જુન,ચલાવ તીર....
લે... હ.... આ તો પાછો અટવાયો...
*મારે કોઇથી કંઇ નથી મિત્રો...
બધા મહાન હતા,આદરણીય હતા,આપણા તો પૂર્વજો એટલે જે હતા એ.. આપણી માટે તો હંમેશા વંદનીય અને પૂજનીય છે. પ્રયાસ ભગતસિંહનો હોય કે ચંદ્રશેખર આઝાદ નો હોય,સુભાષચંદ્ર બોઝ હોય કે સરદાર વલ્લભભાઇ પટેલ હોય... ઉદ્દેશ્ય હતો આઝાદી...
તેઓ પોતપોતાની રીતે લડ્યા...
અને જીત્યા પણ...
પરંતું યોગ્ય શાસક ના અભાવે આપણે અજ્ઞાનતાની મોટી ગુલામીની કેદમાં બંદી બનીને રહી ગયા...
દુર્લભ એવી વેદ જ્ઞાન ની શિક્ષણ પદ્ધતિ નાશ પામી...
આજે આપણે આપણી જ સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાથી વિમુખ થયા છિયે...
૧૦૦ લોકોને પ્રશ્ન પૂછો કે "सीता कस्य सूता"?
૯૯ ઉત્તર - આડા/ ચત્તા/ કે ઊંધા સુતા... એવા જ મળે..
ઇતિહાસ મહારાણા પ્રતાપનો ઉતારવાનો હોય-અકબર નહિં...
છત્રપતિ શિવાજી મહારાજનો ઉતારવાનો હોય- ઔરંગઝેબનો નહિં...
ચંદ્રગુપ્ત મોર્ય,સમ્રાટ અશોક નો હોય- યવનોનો નહિં...
પૃથ્વીરાજ ચૌહાણ /વિર વિક્રમાદિત્ય /શ્રી ક્રિષ્નદેવરાય નો હોય- ફિરંગીઓનો નહીં...
* સારાંશ :-
તમે તમારી સંતાનને ઉચ્ચમાં ઉચ્ચ શિક્ષણ આપો...
પણ સાથે સાથે વેદ-પુરાણ,ઉપનિષદ,અને ઉત્તમ ઇતિહાસ નું સર્વોચ્ચ શિક્ષણ પણ આપો...
આજે અકબર/બાબર/હુમાયુની ઓળખ છે આપણને...
પણ શ્રીરામના પિતા દશરથ અને એમના પિતા કોણ??
ખબર નઇ...
હશે કોઇક...
અરે.... હશે!! એટલે? આપણા પૂર્વજો છે યાર...
ચાલો માન્યું કે કોઇયે ભણાવ્યું જ નથી આના વિશે તો...
પણ શું તમેય ક્યારે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે ખરો??
આવા તો અનેકવિધ પ્રશ્નો છે મારી પાસે...
પણ એક પ્રશ્નનો
હા કે ના નો ઉત્તર આપજો કમેન્ટબોક્ષમાં...
શું આપ આપણી સંસ્કૃતિ તરફ વળશો ખરાં??
*જય ભોળાનાથ....
*હર હર મહાદેવ.... હર....