આથમી ગયેલી મારી જિંદગીમાં,
દોસ્ત તું નવો ઉદય બની આવજે,
તું જો છે તો મારી પાનખર પણ વસંત ઋતુમાં થઈ જશે તબદીલ,
ક્યાંક કોઈ ખૂણાના અંધકારમાં શોધું છું હું મારા જ અસ્તિત્વને,
તું હળવેકથી આવીને મૂકજે ખભે હાથ અને કહેજે માત્ર એટલું જ,
કે ટેવ નથી મને તને આમ હતાશ જોવાની,
પ્રેરણા સૌ કોઈને આપીને ઉત્સાહિત કરનાર,
એજ આજે આમ નિરસ બની બેસે તે ગમતું નથી મને,
દોસ્ત તું હર ક્ષણ રહેજે મારી પડખે હિંમત બની મારી,
કારણ કે જ્યારે હારી જઈએ તમામ રીતે,
ત્યારે એક દોસ્ત જ હોય છે જે તમને ફરી કરે બેઠા જિંદગીની જંગ લડવા અને તેની પર જીત મેળવવા!