"તડ ને ફડ" અને " સોંસરી વાત "
હિંમત વાળી કલમ આજે સમી ગઈ
વયોવૃદ્ધ, અભ્યાસવૃદ્વ તથા અનુભવવૃદ્વ એવા
આપણા સૌના "બાપા" અને લેખન ના" પિતામહ"
એવા પૂજ્ય આદરણીય નગીનદાસ બાપા ની
૧૦૧ વર્ષ ની જીવન યાત્રા ને સુખ મય પૂર્ણ કરી કાલે સ્વધામ પધાર્યા. 🙏🙏🙏
ગયા વર્ષ જ એમની ૧૦૦ મી જન્મશતાબ્દી વર્ષ ની ઉજવણી કરી. જૂજ લોકો જ પોતાની જીવતા
૧૦૦ મી શતાબ્દી વર્ષ ઊજવતા હશે. પૂજ્ય બાપુ ની ઊપસ્થિતિ માં તથા ખૂબ નામી સાહિત્યકારો ની હાજરી થી આ કાર્યક્રમ દીપાવ્યો. એે વખતે બાપા એે તેમના પ્રવચન માં સૌથી પેલું એવું કીધું કે " કદાચ ભલે હું સાધુ ની જેમ જીવ્યો તો નથી પણ મૃત્યું તો સાધુ ની જેમ જ થશે " અને ખરેખર એવું જ થયું સાધુ ની જેમ પધારી ગયા...
જે હિંમત એમની કલમ માં હતી તે ખરેખર ક્યાંય જોવા ના મળે. " તડ ને ફડ "," સોંસરી વાત " કલમ નું નામ જ સૂચવે છે કે કેટલી હિંમત હસે આ કલમ માં.
મારી જાત ને ભાગ્યશાળી માનું છું કે આવી વિરલ વ્યક્તિ ના તો ખરા જ પણ એમના વ્યક્તિત્વ ના મને દર્શન થયા છે. તીખા મરચા વાળા ભજીયા પરાણે ખવડાવી મને તીખા રસ્ ની અનુભૂતિ કરાવી. કઇંક સમજાવ્યું જે સમજાય ગયું.
બાપા આપની ખોટ કોઈ પુરી ના કરી શકે. પણ આપનું જીવન સૌ માટે પ્રેરણાદાય બની રહેશે. આપના વિશે લખવું એે માટે હું લાયક નથી. છતાં એક દિકરી એે બાપ વિશે લખવાની કોશિશ કરી છે... 🙏🙏🙏
#હિંમત