આંખો થી તુ કરે છે વાત,
આજ...!મને ગમતી તારી વાત.
શબ્દો કરતા મૌન નો સંવાદ,
આજ...!મને ગમતી તારી વાત.
રીસાવા કરતા મનાવવા ની વાત,
આજ...!મને ગમતી તારી વાત.
હોય ભલે ગમે તેવી મુશ્કેલી,
તુ ના છોડે મારો સાથ.
આજ...!મને ગમતી તારી વાત.
હોય ભલે ગમે તેવા કપરો માર્ગ,
મારી માટે રાખતો ☺ smile.
આજ...! મને ગમતી તારી વાત
હસતા-હસતા મનાવે છે,
મારી પાસે તારી વાત.
આજ...!મને ગમતી તારી વાત.
તુ જ હસાવે ને,
તુ જ રડાવે,
ને તુ જ મનાવે.
આજ...!મને ગમતી તારી વાત.
હાથમા લઇ મારો હાથ,
કહે તુ એક જ વાત,
તારો મારો ભવ-ભવનો સાથ,
કદી નહીં છોડુ તારો હાથ.
આજ...! મને ગમતી તારી વાત.
Nilam Monik Vithlani