સમય ખરાબ છે #સાવધાની રાખજો મિત્રો
નહીંતર વિખરાઇ જાશે આ જીવનના ચિત્રો
નિકળો જો બાહર તો રહેજો સાવધ તમે
કંઇ પણ થાશે તમને તો એ મને નહીં ગમે
કોરોના થી બચવા બે વચ્ચે રાખજો અંતર
લાગી ગયો કોરોના તો નહીં ચાલે કોઇ મંતર
રાખજો સાવધાની મિત્રો તમે હર એક પળે
ભલે ને પછી હાથ તમારે વારંવાર ધોવા પડે
ભીડભાડ વાળી જગ્યા એ જાવાનું ટાળજો
જાઓ તો મોઢા ઉપર માસ્ક પહેરી રાખજો
કહે "વિએમ" જીવનમાં જરૂરી છે #સાવધાની
મજબુરી હોય તોય #સાવધાની તો રાખવાની
.....✍️વિ.મો.સોલંકી "વિએમ"
#સાવધાની