સાવધાની નું પ્રાવધાન અવશ્ય અહીં છે,
ચંચળતા અટકાવે, મન: શક્તિ અહીં છે;
અસાવધ હોય શાને , જીવન તલપાપડ,
દિશા શૂન્યતા કરતી સજ્જતા અહીં છે;
પ્રેમ માં તન્મયાકાર, સાવધાન રહે સદાયે,
ત્યાગ માં તત્પર , સામર્થ્ય પણ અહીં છે;
સ્વાર્થ માં સ્નેહીજનો, સબળે અવિશ્વાસે,
પરાધિન પરાયણતા , આંધળી અહીં છે;
સુખદુઃખ મનમાં, મનોરથો સેવીને પામતા,
આનંદ વિહોણા, અસ્તિત્વ પણ અહીં છે;