દેશી દવા...મેથી.
કબજિયાતની બિમારી તો બહું જ દર્દનાશક હોયછે!
ઘણા બેઠાડું જીવન જીવતા લોકોને આ બિમારી વધુ પ્રમાણમાં જોવા મળેછે
ખાઇ ખાઇને ખુરશી પલંગમાં બેસી જવુ અથવા આડા પડવું, જમ્યા પછી બે ત્રણ ગ્લાસ પાણી પી જવું
આ બધા કારણે પેટમાં ગયેલ ખોરાક જલદી પચતો નથી ને સવારે આપણે ઘણા જ હેરાન થતા હોઇએ છીએ ટોયલેટમાં જવાની ઇચ્છા તો ઘણી થઈ આવે પણ અંદર ગયા પછી આપણું કામ ના થાય ત્યારે વગર થયે બહાર નીકળી જવુ પડેછે,
કારણકે બહાર પણ અંદર જવા કોઇ ન કોઇ ઉભુ જ હોયછે...
આવી તકલીફમાં દેશી ઉપાય ઘણો જ ફાયદાકારક હોયછે.
એક તપેલીમાં બે ગ્લાસ પાણી લેવું તેમાં એક ચમચી સુકી મેથીના દાણા નાખવા ને ત્યારબાદ તે પાણીને ખુબ જ ઉકાળવું કે જયાં સુધી તેનો રંગ મેથી જેવો ના થાય ત્યારબાદ તેને સારી ને ચોખ્ખી ગરણીથી ગાળી લેવું પછી ઠંડુ પડે પછી તરત તેને પી જવુ.
અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ આ પ્રયોગ કરવો પછી જુવો તેનો ફાયદો
ઝટ મંગણી__પટ બિવાહ..😋
કબજિયાત ઉપરાંત બીજા ઘણા બધા રોગોમાં આ ઉપચાર ઘણો જ ફાયદાકારક હોયછે...👈