Gujarati Quote in Poem by Apeksha Diyora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લખવું છે કંઇક, પણ શું લખીશ...? જે લખીશ એ તને લખીશ,
મુલાકાત થઈ નથી હમણાં, તો તારા આવતા વિચારોને લખીશ,
મૌન તારું કેટલું સરળ, પણ તારા મૌન પાછળની એ ભાષાને લખીશ,
હસે છે ખરો...? તારા ચહેરામાં છુપાયેલા એ હાસ્ય ને લખીશ,
શબ્દોની સમજણ નથી હજુ એટલી ,પણ જે લખીશ એ અંદાજ થી લખીશ...
વાત અઘરી છે જરૂર, પણ સમજાય એવી સરળ લખીશ,
એકાંત ગમે છે ઘણું પરંતુ એમાં મળેલી તારી વ્યસ્તતા ને લખીશ,
જિંદગી છે આ 'શેષ' પણ એમાં તું છે 'વિશેષ' એ લખીશ.
                              
                                     _અપેક્ષા દિયોરા

Gujarati Poem by Apeksha Diyora : 111498102
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now