જૂની યાદોનો આજે ફરી અહેસાસ થઈ ગયો
મહેફિલમાં આજે તારો નજારો થઈ ગયો
પ્રેમનો આજે મારો પ્રવાસ થઈ ગયો
તારી મોહક અદાઓનો આજે કમાલ થઈ ગયો
વાતોથી તારા, દિલમાં મારા ઉજાસ થઈ ગયો
પ્રેમનો આજે મારો પ્રવાસ થઈ ગયો
તારા શબ્દો જાણે પંખીઓનો કલબલાટ થઈ ગયો
તારી લાગણીઓનો જાણે આજે વરસાદ થઈ ગયો
પ્રેમનો આજે મારો પ્રવાસ થઈ ગયો
કાંટાળો વગડો જાણે આજે ઉપવન થઇ ગયો
અચાનક જ વીજળીઓનો ગડગડાટ થઈ ગયો
પ્રેમનો આજે મારો પ્રવાસ થઈ ગયો.
- કેયુર શાહ