સપનામાં આવોને એમાંય વળી દિવસના,
આમ રાત્રે આવોને!
આમને સામને વાતો શુ કરવી વળી,
આમ ખ્યાલોમાં આવોને!
અમે ભીંજાયા સમંદરમાં ને, તમે સાવ કોરા,
આમ કિનારે આવોને!
ભીતરની ઘમસાણમાં શું ઘેરાયા, મોંઘુ છે જીવતર,
આમ વરસતા આવોને!
તડકે ઉભાને એમાય વળી ભરબપોરના,
આમ છાંયડે આવોને!
Krishna.