આસમાની આકાશે ધર્યું છે સૌંદર્ય,
એંધાણ જણાય કોઈ હોય આવવાનું એની મુલાકાતે,
અને આવ્યા મહેમાન બની વાદળ,
વરસાવ્યો વરસાદને વહેવારની જેમ,
અને ધરતી બની ગઈ લીલીછમ,
શું અનોખી કળા છે કુદરત પાસે,
કોઈ રંગાટ વગર રંગી દે આસમાન ને,
વાદળરૂપી મહેમાન નજરે પડે અને દેખાય એમાં પંખી કોઈ વિહરતુ,
તો લાગે જાણે તે ચાતકનો કાસદ બની જાય અને કહે કે ન રહેવાય હવે ચાતકથી તરસ્યું,
માટે તું હવે એની પ્યાસ બુઝાવ,
પ્રામાણિક હોય ટપાલી તો મહેમાન પણ એની વાત માન્યા વગર કેમ રહી શકે?
અને એ ઈચ્છા પરિપૂર્ણ કરે ચાતકની!
#આસમાની