Prem_222:
જય આપા ગીગા (સત્તાધાર નો ઈતિહાસ)
Part_03
Continues... Part_02....
દીકરાના પાડના વાડમાં ગાયુ ચરતી જોઇ ડાયા પટેલનો પીતો ગયો. ક્રોધમાં બંબોળ બનેલો પટેલ હાથમાં પરોણો લઇ નદીમાં ઉતર્યો. આપા ગીગાની છીપર પાસે જઇ તેમના દેહ માથે પરોણાની પ્રાછટ માંડી બોલાવવા. આપાની આંખો બંધ છે. મનની સ્થીરતા ગુમાવી નથી.ગોવાળો અને સાધુઓ ઉભા ઉભા થથરે છે.માળાનો મેર પુરો કરી આપાએ આંખો ઉઘાડી. સ્નેહ ઝરતા ચક્ષુઓ વિશ્રાંત વાણી પ્રવાહ ચલાવ્યે રાખતા ડાયા પટેલ માથે સ્થીર થયા.'શું થયુ બાપ?' આપા ગીગા હળવે રહીને પટેલને પૂછે છે.
" એ મલકના ચોરટા,ઊભો થઇને જોતો ખરો.આ તારી ગાયુંએ મારો વાઢ વીંખીં નાખ્યો.જોતો નથી ને ઉપર જતા ડાહયાપણાની વાતું કરશ? નુકશાની ભરી દે મારી. "ડાયા પટેલના રોષે માઝા મુકી દીધી છે."
આપા ગીગાએ ઊભા થઇ નજર કરી તો પટેલનાં વાડમાં પોતાની ગાયુ બેઠેલી જોઇ. મોઢાની રેખા બદલ્યા વગર આપા બોલ્યા, ભણે મોળા બાપ! આમારી પાસે પૈસોતો નથી. તારી નુકશાનીના બદલામાં અમને સાથી રાખ. તારું કામ કરી બદલો વાળી દેશું. અમારી ગાયુ શેતલ કાંઠાના ખડ ચરશે. અમે ઝૂંપડા વાળીને અહીંજ રોકાશું."
ક્ણબીને વાત ગમી ગઇ.એ ક્બુલ થયો.આપા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા.ગોવાળો ગાયો ચરાવે.આપા અને સાધુ વાડીમાં કામ કરે.પણ કામ કરતા કરતા શેરડીના વાડને એવો ઉછેર્યો કે ક્ણબી પટેલનો ઉછરંગ સમાતો નથી.આપા આખો દી દિલથી મજૂરી કરે અને રાત્રે હરિ સ્મરણ કરે.શત્રુંજી ના કાઠે આપાએ ભક્તિ સભર વાતા વરણ ઉભુ કરી દિધુ.
વાઢ બરોબર પરિપક્વ થતા આપા ગીગાએ ડાયા પટેલ ને પુછ્યુ,"ભણે ડાયા,તારા વાઢ નો ગોળ કેટલો થશે?"
"પાંચસો માટલાની ગણતરી છે,પાંચસો માટલાથી વધારે થાય તો?" આપા ગીગાએ મનોમન ગણતરી કરીને ડાયા પટેલ ને પુછ્યું.
"પાંચસો માટ્લા થી વધારે થાય તે ગાયુને ચરાવી દેવી" પટેલે પણ હિંમતમાં આવી કહી દીધું.
ચિચોડો મંડાણો છે.શેરડી પીલાવા લાગી.રસ ક્ડાઇએ ચડ્યો અને ગોળના માટલા ભરાવા લાગ્યા. પાંચસો માટલા ભરાય ગયા પછી ગામના કુંભાર ને ત્યાં હતા એટલા માટલા મંગાવી લેવામા આવ્યા,ગામમાં ધરે ધરેથી માટલા માંથી પાણી ખાલી કરી ને ડાયા પટેલ ની વાડીએ પોંહચતા કરવામાં આવ્યાં.આઠસો માટલા ભરાય ગયા પછી પણ અર્ધાથી થોડો ઓછો વાઢ પીલવાનો બાકી ઉભો હતો.
ડાયા પટેલનું મન કુદરતની કરામતને નિહાળી ચકરાવે ચડી ગયુ છે.માથે પેહરેલી પાધડી નો છેડો ગળામાં નાખી,પટેલ જેમ લાક્ડી પડે તેમ આપા ગીગાના પગમાં પડી ગયા.ચોધારા આસુએ રડે છે."આપા,મે તમને ઓળખ્યા નહીં. મેં અભાગિયે તમને સાથીએ રાખ્યા. મારો આ ગુનો માફ કરો."
આપા ખડ ખડ હસી પડ્યા."પટેલ,સાધુને માન અને અપમાન શા?" ડાયા પટેલે વચન પ્રમાણે ત્રણસો માટલા ધર્માદામાં આપ્યા.શેરડીનો વાડ જે બાકી હતો તેમાં ગાયુને ચરવાની છુટ મૂકી દીધી.વાડીનો લેખ કરી આપાના ચરણે મુકવાની તૈયારી બતાવી.આપા કહે "અમારે રે વા' નથ્ય.ગુરૂ મા 'રાજ ની આજ્ઞા છે.ખેતર વાડી ને અમે સાધુ કાં કરીએ?" ડાયા પટેલનું મન માનતુ નથી.આપાને બોવ વિનવણી કરતા છેવટે આપા ડાયા પટેલના દિકરાને કંઠી બાંધી વાડી તેને સોંપી દે છે.આંબા ગામમાં આપા ગીગાનું સદાવ્રત આ રીતે ચાલુ થયું.
Continues with part_04.....