લે હવે શ્વસતી , દિલને ખબર છે,
હું ને તું ની નાની ,દિલને ખબર છે.
દ્વૈતની ભીડમાં, ખોવાતા દિલની,
દિલ માં તોફાની, દિલને ખબર છે.
નૈન ના દ્વાર પ્હોંચી , એ પછી થી,
પ્રેમ ની પુરાણી , દિલને ખબર છે.
તોડતી જોડતી, વિરહી એકલી,
રીસ માં રૂહાની , દિલને ખબર છે.
ફાની આનંદ વછે, ઊર્મિ આપ માં,
નૂર થી નૂરાની ,દિલને ખબર છે.