⬅️⬅️⬅️⬅️⬅️➡️બેરોજગાર➡️➡️➡️➡️➡️➡️
ઠોકરો ખાઉં છું કે પછી રસ્તો શોધો છું,
ખબર નથી પડતી વ્હાલા બેરોજગાર છું કે રોજગારી શોધું છું.
સરકારી કે ખાનગી કોઈપણ સારી નોકરી શોધું છું,
ખબર નથી પડતી વ્હાલા બેરોજગાર છું કે રોજગારી શોધું છું.
મહેનત તો કરું છું છતાં સમાજમાં ક્યાંક ઈજ્જત શોધું છું,
ખબર નથી પડતી વ્હાલા બેરોજગાર છું કે રોજગારી શોધું છું.
કોણ સમજાવે સપના લોકોને જ્યાં હું પોતાને અંબાણી તરીકે શોધું છું,
ખબર નથી પડતી વ્હાલા બેરોજગાર છું કે રોજગારી શોધું છું.
બંધ આંખોથી જોયેલા સપનાને મારાં #વાસ્તવિક વર્તમાનમાં શોધું છું,
ખબર નથી પડતી વ્હાલા બેરોજગાર છું કે રોજગારી શોધું છું.
બસ હવે નસીબની સાંકળ તોડી મારી મહેનતના રંગને શોધું છું,
ખબર નથી પડતી વ્હાલા બેરોજગાર છું કે રોજગારી શોધું છું.
DJC✌️
#વાસ્તવિક
#selfwrittenpoem