સાગર સમાન દિલમાં મારા એક તારું જ સ્થાન વિશેષ છે
સુકાઈ ગયલી આંખોને મારી બસ તું જ ભિગવીને
જાય છે....
દુઃખની ઘડીયે મારા દર્દને પોતાનામાં સમાવી જાય છે
મસ્તીની મોજમાં દુનિયાની સમક્ષ મને હરાવીને
જાય છે....
રાધા રાધા કહીને મનને મારા ફસાવી જાય છે
કરવા જવ જો શિકાયત, તો શબ્દો પણ મારા રિસાઈ
જાય છે...
વાણીના મીઠાં બોલ બોલીને હૈયાને મારા છલકાવી
જાય છે
આવીશ જલદીથી હું, એમ કહીને મને તરસાવી જાય છે...
આંખુની સામે જોઈ રહીને હંમેશા મને શરમાવી જાય છે
સ્પર્શ કરીને નટખટ મારા તનને પણ મહેકાવી જાય છે...
વાતો મારી નિહાળીને મજાની કવિતા સંભળાવી જાય છે
અનંત સુધી કાન્હા પાસે મારો જ સાથ માંગીને જાય છે...