વાત જાણે વાત જેવી , નથી હોતી,
સમજણ પડે કંઈ, એવી નથી હોતી;
મારૂં કહીએ છે, અજ્ઞાનતા માં જેને,
મારૂં હોય , સત્યતા,એવી નથી હોતી;
છટકી જાય છે ક્યાં, પ્રશ્નને જવાબથી,
હયાતિ તારી વાસ્તવિકતા ,નથી હોતી;
દેખાય છે રાત દિવસ. , મહિના બધુંય,
કાળની ગતિ માં, સ્થિરતા નથી હોતી;
સુખદુઃખ મનમાં, કર્મના સિદ્ધાંત મુજબ,
આનંદ સ્વરૂપ માં, કર્મણ્યતા નથી હોતી;