સદૈવ સ્મરણ માં રહેતું એ કોણ છે,
નામ ને રૂપ પ્રત્યક્ષ રહેતુ, એ કોણ છે.
ભેદ પારકા ને પોતાના, સ્વાર્થ વૃત્તિ માં
નિ: સ્વાર્થ નિર્મળ રહેતું, એ કોણ છે.
ગમો-અણગમો, મનની ઉપજ સંઘરે,
આકર્ષણ અનંત રહેતું, એ કોણ છે.
મેલી પળોજણ મનોવૃત્તિની સદાય એ,
સર્વત્ર પ્રેમ સ્વરૂપ રહેતું, એ કોણ છે.
સાનિધ્ય તારૂં જ , સ્વપ્ન સમું સરકતું,
અસ્તિત્વ માં હયાત રહેતું, એ કોણ છે.