#હૂંફ
શીતળ તડકો રસ્તે વરસે
મન પાછું ઝાકળને તરસે
હૂંફ આકરી પરિસ્થિતિમાં ઇચ્છાતી લાગણી
ઠંડી કે કોઇ પાબંદી હૂંફરુપી હોંકારાને તરસતી હોય છે.પણ બધું જ હોવા છતા પણ કશું ખૂટતું હોવાનું વસવસાયુક્ત સુખ પણ હૂંફ ઝંખતુ હોય છે,નિ:સ્વાર્થ હૂંફ . હૂંફ સસ્વાર્થ હોય તો દઝાડે . નિ:સ્વાર્થ હોય તો ઠંડક પહોંચાડે. નામ હૂંફ છે પણ કામ શાતા ,શીતળતા પહોંચાડવાનું હોય છેં હૂંફ બોલકી નહી પણ મૌન હોય છે. સાચી હૂંફ આંખથી વરસીને ઊરમાં ઉતરતી હોય છે.