🌹તારી હૂંફ નો અહેસાસ🌹
🎆🎇🎇 દિપક ની રોશની થી જેમ,
અજવાળું પથરાયું.
ખીલી ઉઠી દ્રષ્ટિ મારી,
સંઘર્ષ થી, ભરેલી જિંદગી મારી,
અચાનક પ્રવેશ તારો,
મંત્ર મુગ્ધ બની હું,
મસ્તમધુરં જિંદગી બની મારી,
જેમ મોરલીયા ટહુકા કરે,
નભ માં વાદલડી ચડી હેલે,
માનવ મહેરામણ જોવા ઉમટ્યા.
વાદલડી વરસી રેલે,
આ ધરા પર,
મેહુલિયા ના આગમન થકી,
ઉષ્માભર્યા હૂંફ થી,
ખીલી ઉઠી ધરા,
અંગ અંગ માં છવાઈ ગઈ હરિયાળી,
કોયલ ના ટહુકાર થી,
માનવ ના ઉમંગ થકી,
ધરતી બની ચારેબાજુ લીલીછમ,
તેવી રીતે તારા ઉષ્માભર્યા અંગે,
બનાવી મને તરોતાજ,
નમી મારી આંખો ની,
અચાનક આવી ગઈ ચમક,
હતી હું અટવાયેલી આ જિંદગી થી,
તારા એ ઉષ્માભર્યા હૂંફ થકી,
બની મારી નવીન જિંદગી,
કેમ કરી ભુલું એ તારા અહેસાન,
મજબૂર બનાવી,
એ તારા ગરમાહટ હૂંફે.
તારા અહેસાસો થકી,
મળી મને હૂંફ.
જેવી રીતે વટેમાર્ગુ ને,
વૃક્ષ પોતે તડકો વેઠી ને,
મીઠલડી છાંય ધરે તેના અંગે,
અને પછી અંગે અંગ માં થાય ઠંડક,
તેવી રીતે ,તારા એ ઉપકાર થકી ભાવના એ,
વર્ષો ની એ તરસ છીપાવી,
તારા ઉષ્માભર્યા અહેસાસે,
દિન દિન ,બનાવી દીધા હૂંફાળા.🦃💃
✍️ માહી.