હું નથી કવિ કે નથી વિચાર
હું તો સફેદ પન્નાની ની શોધ છું
દરેક વાચકોની જિજ્ઞાસુ પણ છું
હું દરેક વિરોધીની થપ્પડ પણ છું
હું કવિ સંમેલનની ભવ્યતા પણ છું
વિચાર એ મારો પરલોક છે
કલમ અને શાહી રસ્તો છે આ દુનિયાનો
મોટી વાતો નાનાં-નાનાં વાકયમાં
ઊંડી વાતો અમુક વાકયમાં
સામાન્ય કાગળ સાથે પણ
પ્રેરણા જ્ઞાનનો અનુભવ થોડા વાક્યોમાં
હું કવિતા હું ખોટી જિંદગીની ચિંતા છું
હું કોઈના પ્રેમની ઉત્પતિ છું તો,
કોઈ ક્રાંતિની અગ્નિ છું
આજ પોતાને જ લખ્યું બસ
હું એક સ્વપ્ન છું