#અનન્ય સફરે
મારી પ્રથમ સાયકલ આવી અને વરસાદના ઝીણા ફોરા પણ પડતા હતા.. હું વરસાદ જોઇને આમેય ગાંડી થાવ છું.. અને આ વખતે મારી બાસ્કેટ વાળી સાયકલ પછી તો કહેવું જ શુ..!
હુતો ઉપડી ગયી અનન્ય, અદભુત એવી સુંદર મજાની સફરે .. ડામરના રોડ પર બિંદુઓ ના પડવાનો અવાજ અને મારી સાયકલના પાછલા ટાયરમાં ઉડતા પાણીની છાલક જોઇને મનને જે આનંદ મળતો .. એ વર્ણવી ના શકાય શબ્દો માં..
અત્તરથીય બહેતર માટીની ભીની ખુશ્બૂને માણતી હું આગળ ધપે જતી હતી..અને આગળ મન થયું કે ખારી નદીના વ્હેણ ને જોવા જાવ..
ટર્ન મારીને પછી ઉપડી એકલી જ એ પુલ પર પહોચીને જે ઠંડો પવન મારી કંપારી છૂટતી પણ મને ઓર રોમાંચિત કરી ઉઠતી ..
ખળ ખળ વહેતા નદીના નીર માં જે પારદર્શિતા હતી... કે તળિયે રહેલા કાંકરા પણ જોઈ શકાતા..
ખૂબ સોનેરી અનુભવ હતો એ..!
એવી એજ સાંજ મને મનમોહિત કરતી.. આજે પણ યાછે