Gujarati Quote in Poem by Daxa Parmar Zankhna.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*શોધજે મને*

હું તને જ મળીશ ,તું શોધજે ને મને ,
બાળપણ,યુવાની ને ઘડપણમાં,
ભીની ભીની લાગણીઓમાં,
સ્નેહભર્યા સગપણમાં ,
હું તને જ મળીશ ,તું શોધજે ને મને ,

નજીકથી હૃદયની મોકળાશમાં,
આ વિસ્તરેલી દુનિયામાં,
દુઃખભર્યાં હૃદયમાં,
હું તને જ મળીશ,તું શોધજે ને મને ,

તારી ઢળતી આયુના આયખામાં,
પાંપણે આવેલા આંસુઓમાં,
એજ લાગણીઓના સ્પંદનોનામાં,
હું તને જ મળીશ, તું શોધજે ને મને ,

તારા ઘડપણની લાકડીમાં,
ડગ ભરવા ટેકો પુરાવામાં,
સ્નેહનો કોળિયો ખવડાવવામાં,
હું તને જ મળીશ ,તું શોધજે ને મને.

મારા મૌનમાં પણ હશે,
ભીની ભીની વાતો ,
શબ્દો અર્થહીન નથી મારા ,
હું તને મળીશ,તું શોધજે ને મને .

હું અલગ છું ,
અલગ મારુ અસ્તિત્વ,
રાખીશ હું તારું આ વચન,
હુ તને જ મળીશ ,તું શોધજે ને મને .

હું આર્તનાદ કરીશ,
સંભળાય તને લાગણીનો,
તારા દિલમાં આ *પડઘો* ,
હું તને મળીશ, તું શોધજે ને મને.

આશુ...

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111476984
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now