આભારી છુ એ નિષ્ફળતા નો
જે મને સફળતાની સીડી સુધી ખેંચી લાવી
આભારી છુ એ ઉદાસીનો
જે મને ખિલખિલાટ હસવા સુધી ખેંચી લાવી
આભારી છુ એ મળેલા પરાજયનો
જે મને વિજયી બનવા સુધી ખેંચી લાવ્યો
આભારી છુ એ દંભી દુનિયાનો
જે મને હકીકતની દુનિયા દેખાડવા સુધી ખેંચી લાવી
આભારી છુ એ રસ્તામા લાગેલી ઠોકરનો
જે મને દુનિયાની ઠોકરો સહન કરવા સુધી ખેંચી લાવી
આભારી છુ એ થયેલા અપમાનનો
જે મને સમ્માન મેળવવા સુધી ખેંચી લાવી
આભારી છુ એ ખરાબ સંગત નો
જે મને મારા અંગત સુધી ખેંચી લાવી
ને છેવટે આભારી છુ એ 'બેવફાનો'
જે મને સાહિત્યની સરીતા સુધી ખેંચી લાવી
in direction of positivity from negativety
પરિમલ પરમાર
#આભારી