જયારથી સમજ મેળવી હોશ સંભાળ્યા..
સીતા ,સાવિત્રી દ્રોપદી, મંદોદરી ,અનુશુયા, તારા જેવી સતી નારી, જીજા બાઈ ,રાણી લક્ષ્મીબાઈ, જેવી વીરાંગના, જયોતીબા ફુલે, મધર ટેરેસા, જેવી સેવા ભાવી માતા ના નામ જ સાંભળ્યા જેમણે પોતાના નામ અમર કર્યાં અને જીવનમાં કાંઈક ઉપદેશ પણ આપ્યો.....અને એમના થી પ્રેરાઈ આપણાં અર્થતંત્રમાં લોકો કંઈક એમનાથી પ્રેરણા લઈ જીવન ઉજાળે તે માટે સાહીત્ય મા કે ધર્મમાં એમના જીવન કવન નો જ પાઠ ભણાવવામાં આવી રહ્યો છે...
પણ આજની પેઢી આ કઈ દિશા તરફ ...
કોનું અનુ કરણ...??
આને શું કહેવાય ??
ફીલ્મી દુનિયા ફક્ત કાલ્પનિક છે...તેને રીયલ જીવન સાથે તો ફીલ્મકલાકારો પણ નથી સરખાવતા,
હાથીના દાંત ની માફક છે ફીલ્મી દુનીયા, ખાવાના અલગ બતાવવાના અલગ, યાર એતો એમનો વ્યવસાય છે, વ્યવહાર નહી,
તમે વ્યવહાર સમજો છો..
ગામડેથી આવેલ ફીલ્મ એકટર બનવા માગતી કેટલાય છોકરા છોકરીની કહાની સંભાળજો, લાઈટ કેમેરા એક્શન બસ તે સીવાય નું જીવન કેટલું અને કેવું હોય છે..
એજ રીતે ...
ભાઈઓની વાત કરીએ તો....
મહાત્મા ગાંધી,ચંદ્રશેખર આઝાદ, વલ્લભભાઈ પટેલ, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, રવિશંકર મહારાજ, લાલા લજપતરાય, સ્વામી વીવેકાનંદ, પંડીત દીનદયાલ,
બહું ખુમારી હોય તો ભારતના કોઈ પણ સૈનીકદળમા જોડાઈ જાઓ.. મુંછો ને વાટ આપવાથી નથી મોટુ થવાતું...
અને આમ રુપ રંગ મોહ મા ફસાઈ આપણે જે વલણો કરીએ છીએ તેના સમજું લોકો આપણી શું ધારણા બાંધતા હશે???
ઉપરના ઉદાહરણોમાં કોણે શંશારી જીવન નહી માણ્યું હોય...?? પણ એનો દેખાવ ક્યા કરવાની જરુર છે?? એ તો જીવનની વાસ્તવિકતા છે જ..કા સાધુ જીવન કા સંસારી જીવન... એ સીવાય તમારો જે ગોલ છે તે બતાવો તે કરો ,
અને વાવા કોની કરો છો...
હુ નથી કહેતો કે ફક્ત ભગવાનના ગુણ ગાન કરો...પણ રુપ રંગ યૌવનની પાછળ ધેલા થવાનું, જેમ કુતરો હાડકું દેખી લાળો પાડે તેમ ,
કોઈ ડોક્ટર, કોઈ એન્જીનીયર, કોઈ શીક્ષક, કોઈ શૈનીક, કોઈ વેપાર , કોઈ ઉધોગપતી બનવાના માત્ર સપના નહી સાકાર કરો...
જેની પાછળ તમે દોડો છો તે તમારી પ્રગતી પાછળ દોડશે,
અને જીવન સાથી જેવું જોઈશે તેવું મળશે, પણ સમય વેડફસો તો પાછળ થી હાલત લોકોની જોઈ હશે...એ પણ ધ્યાનમાં રાખજો.
જય અંબે