આભારી છીએ એ સર્જનહારના,
જેણે આ ધરતીને સુંદરતાથી રચી.
આભારી છીએ એ વિશ્ર્વસર્જકના,
જેણે માનવતણો અવતાર બક્ષયો.
આભારી છીએ સૃષ્ટિતણા નાથના,
જેણે આ બહુમૂલ્ય પ્રકૃતિ રચી છે.
આભારી છીએ ઉદાર પરમેશ્વરના,
જેણે તમામ જરુરતોની પુર્તી કરી.
આભારી છીએ સદા એ પરમાત્માના,
જેણે આટલી સુંદર સૃષ્ટિ રચી છે.
તો આવો આપણે પણ આભારી બની,
આ સર્વ સૃષ્ટિનુ તન મનથી જતન કરી.
- રશ્મિ રાઠોડ
#આભારી