હું જ હંકારું મારી હોડી
માથે મેં લીધી છે જવાબદારી
હવે કેમ કરી દઉં એને છોડી?
કરતાં કરતાં પણ તેં કાંઈ ન કર્યું
કહે ત્યારે હાલત થાય છે કફોડી
દુનિયાની રીત છે ભાઇ આ તો
કરો ભલે ગમે તેટલું કમર તોડી
નિભાવવી પડે છે જવાબદારી
ભલેને જશ પણ ન મળે થોડી
હલેસાં બનાવ્યા હાથ ને મેં તો
હવે હું જ હંકારું મારી હોડી