શિખામણનો રોગ...
આનાથી પીડિત વ્યક્તિ એટલે સ્થિતપ્રજ્ઞતા
અને અનાસક્તિ યોગનો સૌથી મોટો બ્રાન્ડ એમ્બેસેડર.
પોતાના જીવનથી લેશમાત્ર આસક્તિ ન રાખતી એવી આ વ્યક્તિ ઝોમ્બી કે નવરીબજાર કુળની હોય છે.
આવી વ્યક્તિ માખીની જેમ સામેવાળી વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધનાં ચંચુપાતથી બણબણતી હોય.
મૌનનાં માસ્ક અને સામે શીંગડાં ભરાવવાનો એન્ટીડૉટ લઈ આ રોગથી અલ્પ સમયનું રક્ષણ મેળવી શકાય છે.
- પંકિલ દેસાઈ