શાંત ચહેરાને હસતો જોવો
તો ટોકશો નહિ,
તે ચહેરો વર્ષોથી થાકી ગયેલો,
હવે હસતાં શીખી ગયો
મૌન પણ પીગળી જાય છે,
જેના હાસ્યથી
એ દુઃખનાં રસને,
ખુશીથી પીવાનું શીખી ગયો
એ ચાલ્યો છે નદી બનીને
પોતે હવા઼ઓની સાથે વંટોળિયો બની,
તે ભારે વાવાઝોડામાં પણ,
શાંત રહેવાનું શીખી ગયો
તેને યાદ ના કરાવશો
એમની જૂની વાતોને,
એ કાલને ભૂલીને
આજમાં જીવવાનું શીખી ગયો
#શાંત