Quotes by Dave Rup in Bitesapp read free

Dave Rup

Dave Rup Matrubharti Verified

@daverupalijanakraygmail.com234600
(178)

એક વ્યંજન નામનું ખૂબ જ સુંદર એવું નગર હતું,તેમાં ક થી જ્ઞ નામની ફેમીલી હતી.ક થી જ્ઞ નામની ફેમીલી વ્યંજન ગામમાં એક પરિવારની જેમ બહુ સુખેથી રહેતા હતા.તેમાં બધી જ ફેમીલીમાં બાર બાર લોકો હતા. ક થી જ્ઞ ફેમીલી બહુ ખુશ હતી. તેમાં ક થી જ્ઞ વાળા બધા પુરુષો હતા અને કા થી જ્ઞા નામની બધી તેમની પત્નીઓ હતી.એક વખત વ્યંજન નામના ગામના રાજાએ કે જેમનું નામ ગ્રંથાવલી હતું તેમને ક થી જ્ઞ : એટલે કે ક,કા,કિ,કી,કુ,કૂ,કે,કૈ,કો,કૌ,કં,કઃ એ રીતે જ્ઞ: સુધીના બધા જ લોકોને બોલાવવામાં આવ્યા અને તે બધા જ્યારે રાજાની સભામાં હાજર થયા ત્યારે અક્ષર નામની એક વ્યકિત જે  આ સભામાં બહુ ખાસ હતી તેમને આદેશ આપવામાં આવ્યો કે આ બધાના નામો તમે એક એક કરીને મને જણાવી દ્યો.અક્ષરે બોલવાનું શરૂ કર્યું.

ક,કા,કિ,કી,કુ,કૂ,કે,કૈ,કો,કૌ,કં,ક:

ખ,ખા,ખિ,ખી,ખુ,ખૂ,ખે,ખૈ,ખો,ખૌ,ખં,ખઃ

ગ,ગા,ગિ,ગી,ગુ,ગૂ,ગે,ગૈ,ગો,ગૌ,ગં,ગઃ

ઘ,ઘા,ઘિ,ઘી,ઘુ,ઘૂ,ઘે,ઘૈ,ઘો,ઘૌ,ઘં,ઘઃ

ચ,ચા,ચિ,ચી,ચુ,ચૂ,ચે,ચૈ,ચો,ચૌ,ચં,ચઃ

છ,છા,છિ,છી,છુ,છૂ,છે,છૈ,છો,છૌ,છં,છઃ

જ,જા,જિ,જી,જુ,જૂ,જે,જૈ,જો,જૌ,જં,જઃ

ઝ,ઝા,ઝિ,ઝી,ઝુ,ઝૂ,ઝે,ઝૈ,ઝો,ઝૌ,ઝં,ઝઃ

ટ,ટા,ટિ,ટી,ટુ,ટૂ,ટે,ટૈ,ટો,ટૌ,ટં,ટ:

ઠ,ઠા,ઠિ,ઠી,ઠુ,ઠૂ,ઠે,ઠૈ,ઠો,ઠૌ,ઠં,ઠ:

ડ,ડા,ડિ,ડી,ડુ,ડૂ,ડે,ડૈ,ડો,ડૌ,ડં,ડ:

ઢ,ઢા,ઢિ,ઢી,ઢુ,ઢૂ,ઢે,ઢૈ,ઢો,ઢૌ,ઢં,ઢ:

ણ,ણા,ણિ,ણી,ણુ,ણૂ,ણે,ણૈ,ણો,ણૌ,ણં,ણઃ

ત,તા,તિ,તી,તુ,તૂ,તે,તૈ,તો,તૌ,તં,તઃ

થ,થા,થિ,થી,થુ,થૂ,થે,થૈ,થો,થૌ,થં,થઃ

દ,દા,દિ,દી,દુ,દૂ,દે,દૈ,દો,દૌ,દં,દઃ

ધ,ધા,ધિ,ધી,ધુ,ધૂ,ધે,ધૈ,ધો,ધૌ,ધં,ધઃ

ન,ના,નિ,ની,નુ,નૂ,ને,નૈ,નો,નૌ,નં,નઃ

પ,પા,પિ,પી,પુ,પૂ,પે,પૈ,પો,પૌ,પં,પઃ

ફ,ફા,ફિ,ફી,ફુ,ફૂ,ફે,ફૈ,ફો,ફૌ,ફં,ફઃ

બ,બા,બિ,બી,બુ,બૂ,બે,બૈ,બો,બૌ,બં,બઃ

ભ,ભા,ભિ,ભી,ભુ,ભૂ,ભે,ભૈ,ભો,ભૌ,ભં,ભઃ

મ,મા,મિ,મી,મુ,મૂ,મે,મૈ,મો,મૌ,મં,મઃ

ય,યા,યિ,યી,યુ,યૂ,યે,યૈ,યો,યૌ,યં,યઃ

ર,રા,રિ,રી,રુ,રૂ,રે,રૈ,રો,રૌ,રં,રઃ

લ,લા,લિ,લી,લુ,લૂ,લે,લૈ,લો,લૌ,લં,લઃ

વ,વા,વિ,વી,વુ,વૂ,વે,વૈ,વો,વૌ,વં,વઃ

શ,શા,શિ,શી,શુ,શૂ,શે,શૈ,શો,શૌ,શં,શઃ

ષ,ષા,ષિ,ષી,ષુ,ષૂ,ષે,ષૈ,ષો,ષૌ,ષં,ષઃ

સ,સા,સિ,સી,સુ,સૂ,સે,સૈ,સો,સૌ,સં,સઃ

હ,હા,હિ,હી,હુ,હૂ,હે,હૈ,હો,હૌ,હં,હઃ

ળ,ળા,ળિ,ળી,ળુ,ળૂ,,ળે,ળૈ,ળો,ળૌ,ળં,ળઃ

ક્ષ,ક્ષા,ક્ષિ,ક્ષી,ક્ષુ,ક્ષૂ,ક્ષે,ક્ષૈ,ક્ષો,ક્ષૌ,ક્ષં,ક્ષઃ

જ્ઞ,જ્ઞા,જ્ઞિ,જ્ઞી,જ્ઞુ,જ્ઞૂ,જ્ઞે,જ્ઞૈ,જ્ઞો,જ્ઞૌ,જ્ઞં,જ્ઞઃ


આ બધાના નામ કહ્યા પછી અક્ષર બોલ્યો મહારાજ આપણા ગામના હજી થોડા લોકો ખૂટે છે.મહારાજને પહેલા તો ખૂબ અજીબ લાગે છે પછી કહે છે અક્ષર હજી કોણ બાકી છે.અક્ષર કહે છે તેઓ પણ આ લોકોના પરિવારના જ સભ્યો છે,પછી અક્ષર કહે છે અ થી અ: હજી બાકી છે. રાજા જલ્દીથી તેમને બોલાવવાનો આદેશ આપે છે અને રાજાની આજ્ઞાનું પાલન કરતા તેઓ તરત જ સભામાં હાજર થાય છે. રાજા ફરી અક્ષરને આદેશ આપે છે કે આ બધાના નામ પણ જણાવો.
અક્ષર તેમના પણ નામ જણાવે છે...

અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,અં,અઃ

શબ્દ આગળ આવીને કહે છે, મહારાજ આ બધાના નામો અતિ સુંદર છે. આ નામોનો ઉપયોગ કરીને હું અનેક શબ્દો બનાવી શકું છું,ત્યાં જ વાક્ય ઊભો થઈને કહે છે અને શબ્દ જે જે નામોને શબ્દોમાં ફેરવી આપે તેના હું સુંદર સુંદર વાક્યો બનાવી શકું છું.મહારાજ કહે છે સારું તમે બંને વારાફરતી કામે લાગો.તમે શબ્દો અને વાક્યો બનાવી આપો તેની હું ગ્રંથાવલી બનાવી આપીશ.

આ રીતે અક્ષરમાંથી શબ્દો ને શબ્દોમાંથી વાક્યની રચના થઈ અને આખો ગ્રંથ તૈયાર થયો હશે.બધી ભાષાનો ઉદ્દભવ સંસ્કૃતમાંથી થયો છે પણ અનેક અક્ષરો ભેગા મળ્યા ને શબ્દો બન્યા અને તે શબ્દો યોગ્ય રીતે ગોઠવાઈને વાક્યો બન્યા ને એ રીતે જ આપણા મહાન ગ્રંથો "રામાયણ" અને "મહાભારત" ની પણ રચના થઈ હશે.


❤️❤️❤️ "Rup"

Read More

https://shopizen.app.link/bwngWdX6POb


my frist book are published. 😊

thank you so very much my all readers 😊

કૃષ્ણ છે સાચા પાલનહાર.
દુઃખમાં બને છે તારણહાર.

તેમને સદા કર્યા છે ઉપકાર.
બહુ સુંદર પ્રભુના સૌ દ્વાર.

કાન્હા કરાવે સંકટમાંથી પાર.
ગીતાજીમાં આપ્યો સુંદર સાર.

પ્રભુને ચડાવું ફૂલોના મસ્ત હાર.
મનાવી ઉત્સવ વાગશે હવે બાર.


Happy janmashtami

❤️ ❤️ ❤️ "Rup"

Read More

સાતમ સ્પેશ્યલ (જોક્સ)



સાસુ : વહુ મારે કાલે સાતમ છે એટલે હું એક જ ટાઈમ ટાઢું જમીશ.
વહુ : કંઈ વાંધો નહીં મમ્મી જી હું તમે ક્યો તે બનાવી આપીશ.
સાસુ : મનમાં વાહ મારી વહુ તો ખૂબ સારી છે.

સાતમને દિવસે વહુએ સવારમાં ઊઠીને ઘણા બધા પકવાન બનાવી દીધા.સાસુ વહેલા ઉઠીને મંદિરે જતા રહ્યા ત્યાં ભજન કીર્તન કરી બપોરે જમવાના સમયે ઘરે આવ્યા.

વહુ : અરે મમ્મીજી તમે આવી ગયા તમારે આજે ટાઢી સાતમનું એકટાણું છે ને તમે જમી લ્યો.

સાસુ જેવા એકટાણું કરવા બેસે છે વહુ અલગ અલગ ઘણી વાનગીઓ પીરસી આપે છે સાસુ વિચારમાં પડી જાય છે કે કાલ રાત સુધી તો આને આવું કંઈ બનાવ્યું નહોતું આજે આટલી બધી વેરાયટીઓ ક્યાંથી આવી.

સાસુ ઘણું વિચારે છે પણ તેને કંઈ જ સમજાતું નથી તેથી તે સીધું વહુને જ પૂછે છે તે આટલી બધી વેરાયટીઓ ક્યારે બનાવી લીધી ?

વહુ ખુશ થતા થતા કહે છે અરે મમ્મી જી આ બધું મેં સવારે વહેલા ઉઠીને બનાવ્યું છે જેથી તમે બપોરે જમવા બેસો ત્યાં સુધીમાં બધું શું ટાઢું થઈ જાય...

😂😀🤣😅😀😃😄😆😇🤩🤦‍♀️


😅😃😆🤩🤦‍♀️ "Rup"

Read More

Thank you so much my all readers 🙏