મારું હોવું સાચે તો એક ખ્વાબ છે,
ખુલ્લી આંખે સ્વપ્ન, લાજવાબ છે;
સરકતાં હોવાના પડછાયા, અહીં,
માયા ને અહીં ક્યાં કદીય નકાબ છે;
ઈચ્છા ઝરણાં ,રોકી ના શકીએ કદી,
દિલ દરિયા માં , એ તો રૂઆબ છે;
બાખૂબી જીવ્યા છે, ખૂદ ને ખોઇ ને,
હું કરી ને ,હારી જવું , ક્યાં રાસ છે;
હોવો આનંદ માં ,ખરે ખેલ અહિંયા
ઝાંઝવા માં જીવવું , ફુલ છાબ છે;