વિનમ્ર સ્વભાવ ને નિર્મલ મન
બને છે એ જીવનમાં સજ્જન
કરે છે હમેશાં એ સારા કર્મ
સમજે છે જે જીવનનો મર્મ
ખોટું ન કરવું ને ખોટું ન ખાવું
અંતે તો દરેકને દેવલોક જાવું
સમજે છે પોતાને અહીં મહેમાન
મનમાં નથી જેને કોઇ અભિમાન
નાના ને લાડ ને વડીલો ને માન
એજ છે #વિવેકી ની પહેચાન
...✍️વિ.મો.સોલંકી "વિએમ"
#વિવેકી