મારી કોરોના ડાયરી
લખી છે મેં આજ કોરોના ડાયરી
જેમાં છે થોડી કવિતા ને થોડી છે શાયરી
મળ્યો છે સમય ફુર્સત નો તો
વિચાર્યું માણસ પણ કેવો હોય છે ભરાડી
મુખે રાખે છે ખોટી મુસ્કાન
બનાવી રાખેલ છે દિલ માં ઈર્ષા ની ક્યારી
રહેતો હતો આમે સ્વજનો થી દૂર
હવે રહેશેે સોશિયલ ડિસ્ટનીંગ નું બહાનું ધરી
છુપાવતો હતો મુખ પોતાનાઓ થી
હવે ખુલે આમ હરશે ફરશે મોઢે માસ્ક પહેરી
આમ પણ ક્યાં હાથ લંબાવતો તો
હવે હાથ પણ નહીં મીલાવે કોરોના કોરોના કરી
.... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"