સુશોભન કાજે
રંગ પુરવા હતા જિંદગીમાં
ભટકતો રહ્યો શોધમાં
પુષ્પ જોયા, છોડ જોયા
જોયા ફરતે પતંગિયા
ઝરણાં, નાળા, નદી
શાંતિથી વહેતા જોયા...
વૃક્ષોને નૃત્ય કરતાં
પક્ષીઓને વિસામો આપતા જોયા..
સાંજ પડે સૂરજને
ઢળતો જોયો લાલી કરતાં...
નિશાનો રંગ અનોખો
સુરજ પર રોફ કરતો જોયો...
રંગ મળી ગયા તમામ
પ્રકૃતિ સંગ..
પણ મારી ફરતે માનવીના
માનવી પ્રત્યે કટુતાના રંગ..
રંગ ભરવા તો છે મારે
પણ આ રંગ કેમ ભરું હું?
#સુશોભન