યાદ આવે મને બાળપણની મારી દુનિયા
એ કિચન-કીટ ને એ પ્યારી ગુડિયા
મિત્રો સંગ વિતાવેલ એ પ્યારી દુનિયા
ન જોતી કોઈની ખામી કે ખૂબીયા
ખુશખુશાલ હતી એ મારી દુનિયા
જ્યાં ન હતી ભેદભાવની પુડિયા
સ્વર્ગથી પણ સુંદર લાગતી એ દુનિયા
વેરઝેરથી ઘણી દૂર હતી મારી દુનિયા
જીવનની અમૂલ્ય ભેટ એવી દુનિયા
કોઈ કિમતે પાછી ન આવે એ દુનિયા
યાદ બની ગઈ માત્ર એ દુનિયા
એવી મારી બાળપણની દુનિયા