શબ્દો ની , ક્યાંક ગતિ નથી,
ઊર્મિ માં ક્યાંય , મતિ નથી;
તર્ક ગમ્ય પરોક્ષ ,અનુભૂતિમાં,
હ્દય ની, ક્યાંય , સંમતિ નથી;
સંકલ્પ વિકલ્પ, તરંગો મન માં,
શૂન્ય માં, ક્યાંય , પ્રગતિ નથી;
મૃત્યુ નવાજે છે, જીવમાત્ર ને,
શ્વાસમાં , ક્યાંય , અવધિ નથી;
આનંદ , જીવનની, છે જડીબુટ્ટી
શરણાગતિમાં, ક્યાંય ક્ષતિ નથી;
===================