ખેલ છે પૂતળા નો, માટીની કમાલ માં,
નાચી લેવું આંગણે , ટેઢી મેડી ચાલ માં.
દિલને ઈચ્છા છે કરી લે મોજ મસ્તી પછી,
છે જ કુરબાની હકીકી, હોંશ ને હાલ મા.
છોડી ઉસુલો ને, ઝલક પામી લેવી પડે,
હાલ છે એવો ફકીરી નૂર ના જમાલ માં.
રંગ એ નૂર માં,સજાવી છે મહેફિલ અહીં,
દિલ દારી મસ્તી , આનંદિત રહે તાલ માં.
દર્દને ઝખ્મો માં , આનંદ રહે છે વ્યાજબી,
મરહમી રહેમત છે , કોઈ એના કમાલ માં.
===={}===={}===={}===={}====