તહેવાર કરતા વહેવાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય , દરકાર કરતા શણગાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય . સંસાર કરતા જંજાળ વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય , સહકાર કરતા પડકારા વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય . આવક કરતાં જાવક વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય , વર્તમાન કરતાં ભૂતકાળ વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય . કામ કરતા કારભાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય , કરનાર કરતા ગણનાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય . ગ્રાહક કરતા દુકાનદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય , મિલકત કરતા વારસદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય . મિત્રો કરતા સલાહકાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય , ઈમાનદાર કરતા માલદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય .
#શરૂઆત
લી:જય મોદી