ઉંઘે છે ક્યાં? જાગૃતિ છે એમની,
સપનું છે એ વાસ્તવિકતા વ્હેમની;
જીવ ભાવે પોષે છે , આ દેહ ને,
ત્યાગમાં છે દિલ,ને વૃત્તિ ક્ષેમની;
રોઈ છે સાચે જ ,આંખો કેમ ની,
શબનમી બુંદોમાં,હયાતિ પ્રેમની;
હા,નજાકત એ ફુલોમાં હાસ્યની,
ને મહેંકી બધેય , ખ્યાતિ એમની;
પામી લોને , પાત્રતા એ ખૂદ માં,
હોય છે આનંદ , મીઠા રહેમ ની;