આજ એવી ભાવના, દિલમાં ઉઠી છે,
દુનિયા દારી રૂઆબથી, કેવી રૂઠી છે.
પારકા ને પોતિકા કરી લીધા સ્વાર્થ માં,
પોતાના ઘરડાઘરમાં, આ બંધ મુઠ્ઠી છે;
કલ્પના ને તરંગો માં, દિવાસ્વપ્ન જોયાં,
હકીકતમાં હાલત ગંભીર, બહું ભૂંડી છે;
વલખાં મારી રહ્યા, સંબંધો શીકે ચઢ્યા,
અજાણ્યા જાણવા , અહીં જાત ટુટી છે;
આનંદ ગજબ છે, કહાનીઓ અહીં ની,
લમણે દીધો હાથ, જાણે,કિસ્મત ફૂટી છે;