નાના બાળકો બહુ નાદાન હોયછે
તેમનામાં મોટાં જેવી બુધ્ધી હોતી નથી કારણકે તેઓ હજી વિકસીત થયેલા હોતા નથી, કયારે શું કરી બેસે તે કોઇને ખબર ના પડે!
એક પંચાલ પરિવાર કોઇ ધાર્મીક વિધી માટે તેમના કોઇ સગામાં એક ગામ ગયા હતા તેમની પાસે એક મારુતી અલ્ટો કાર હતી જે લઇને તેઓ ગયા હતા. ગામ પહોંચ્યા પછી ગાડીને એક એકાંત જગ્યાએ પાર્ક કરી પછી સૈ કોઇ ઘરમાં પોતપોતાના કામમાં લાગી ગયા તમને તો ખબરછે કે આવો કોઇ ધાર્મીક પ્રસંગ કોઇને ત્યા હોય એટલે કોઇ કોઇનું ધ્યાન આપે નહી સૈ કોઇ પોતપોતાના કામમાં બીઝી થઈ જતા હોય! અચાનક પેલા ભાઇએ તેમને પોતાની ગાડી જયાં પાર્ક કરી હતી ત્યા એકલ દોકલ નાના બાળકો પણ કંઇક રમત રમી રહયા હતા..🤔
આમાનું એક બાળક રમતને અનુલક્ષીને ગાડીનો એક દરવાજો ખોલીને મસ્તીમાં અંદર બેસી ગયું કદાચ આ રમતને તમે જાણી ગયા હશો જેને આપણે થપ્પો કહીએ છીએ સંતાઇને એક પકડા પકડીનો દાવ..!
આમ તે બાળક ચુપચાપ અંદર તો બેસી ગયુ, અંદર બેસી ગયા પછી દરવાજો પણ તેને પોતે બંધ કરી દીધો હવે જયારે તેને થપ્પો કરવા બહાર નીકળવું હતુ ત્યારે તે દરવાજો ખુલ્યો નહી કદાચ તે ગાડી જુની હોય શકે અથવા તો નવી હોય તો નવી સિસ્ટમ પ્રમાણે દરવાજા હોય શકે
જે તે બાળકને ખોલતા આવડયું નહી આમને આમ એક કલાક, બે કલાક, કદાચ તેથી વધુ પણ સમય થવાથી તે બાળક અંદર જ ગુગડાઇને મરણ પામ્યુ
દરેક દરવાજા બંધ, સાથે બારીના કાચ પણ બંધ, ને સાથે ઉપર ઉનાળાની આટલી સખત ગરમી તે બાળકને સહન ના થઇ શકી હોય!
છેવટે તે અંદર મરણ પામ્યુ!
આવુ ઘણીવાર થતુ જ હોયછે.
માટે આવી સ્થિતિમાં આપણે નાના બાળકોનું ધ્યાન રાખવું બહુ જરુરી બની જતુ હોયછે.