સત્ય ઘટના
હા,, લાગે છે કે તેને પ્રસવપીડા ઉપડી છે, જલ્દી તેને દવાખાને લઇ જાવ, ઝડપથી બે-ત્રણ ગામડાના સ્ત્રી પુરુષ તેને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલમાં લઈ ગયા*,
એ ગર્ભવતી મહિલાને સ્ટેચર પર સુવડાવી તેને સામાન્ય રીતે થોડી શરદી તો હતી જ સાથે ગભરામણ માં હોફ ચડયો તો ડોક્ટર તેને દૂર થી જ જોઈ અને નર્સ ને કહે પહેલા કોરાના રિપોર્ટ કઢાવો પછી ટ્રીટમેન્ટ કરીએ
આટલું કહી તે ડોક્ટર સાહેબ ત્યાં થી ઓઝલ થઇ ગયા
પેલી સ્ત્રીને પણ હવે બધા જ લોકો ઓઝલ થતાં હોય તેવો એહસાસ થવા લાગ્યો હતો,
પેલા બિચારા ગામડિયા કરે તો પણ શું કરે આ કોરાના ની મહામારીમાં કોઈ કશું સાંભળવા પણ તૈયાર ના હતું,
અંતે એ મહિલા નાં શરીરમાં ઝેર પ્રસરી ગયું અને એક સાથે બે પ્રાણ પંખી ઊડી ગયા.
થોડા સમય બાદ તેનો રિપોર્ટ આવ્યો જે નેગેટિવ હતો સાથોસાથ એ ડોક્ટર નો રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો હતો પણ હવે કુદરત ન્યાય કરે તો ખરું કેમ કે પેલા તો બિચારા ગામડિયા હતા તેમનું સાંભળે કોણ???