ફુલો જોડેથી શીખવું છે કે
કાંટા વચ્ચે રહીને કેવી રીતે ખિલવું
ચાંદ જોડથી શીખવું છે કે
અંધકારમાં પણ કેવી રીતે ચમકવું
સુરજ જોડેથી શીખવું છે કે
આથમ્યા પછી પણ કેવી રીતે ઉગવું
સાગર જોડથી શીખવું છે કે
ભરતી અને ઓટ કેમ પચાવવી
પક્ષીઓ જોડેથી શીખવું છે કે
ગીતો ગાઈ ને મસ્ત કેવી રીતે રહેવું
ઝરણાંઓ જોડેથી શીખવું છે કે
મંઝિલ સુધી કેવી રીતે પહોંચવું
#priten 'screation#