નથી ફાવતું..
સ્વમાન ખોઈ મને સંબંધ નિભાવતા નથી ફાવતું,
ખુદને ખોઈ અન્યને પામતા નથી ફાવતું,
જે મારું છે તે મારું જ છે,
મારાં હકનું મને જતું કરતા નથી ફાવતું,
ખુદને ખોઈ અન્યને પામતા નથી ફાવતું..
જીદ મારી છે તો પરીણામ પણ મારું હશે,
જીવન મારું છે તો નિર્ણય પણ મારાં હશે,
મને કોઈ માટે થઇ ખુદને બદલતા નથી ફાવતું,
મને ખુદને ખોઈ અન્યને પામતા નથી ફાવતું..
સીધી છું, સાદી છું, સ્વાભિમાની છું,
મને કોઈના દોરેલા વર્તુળમાં બંધ બેસતા નથી ફાવતું,
મને ખુદને ખોઈ અન્યને પામતા નથી ફાવતું...
-#દ્રષ્ટિ