ચિત્ત શાંત કરતા જોયું , ઝાંકી થઈ નવેલી , પ્રભુ 'તું'અને 'પડછાયો'જાણે ચંપા ચમેલી.. નિરખતા છબી અંતર ઉછાટ, આંખ મારી ઠરેલી.. મૂર્તિમંત થઇ નિહાળી, કાયા જાણે મરેલી... હિમતણાઈ શિખર ભેદી,મન કેરી જાળી... 'શીલા'એ હિમતણી ઉર ઉષ્માએ ઓગાળી.. દિપક જ્યોતિ ઝળહળતા અંન્નત પ્રકાશે નિહાળી. અંધારાવચ્ચે 'તણખો' મતી મારામાં ભાળી.. શ્યામ સરીખો જીવડો પૂર્ણ કરો વનમાલી. દયા તારી પામે પાંગળો હોય એ પુણ્યશાળી