#આનંદ
ચાલને તોડીએ આ મૌન
અને એક ઝગડો કરી લઈએ
હું તારી ખામીઓ કાઢું ને
તું મારા સઘળાં દોષ કહીદે
સંબંધો ના માયાજાળને
એમ અમસ્તા જ તોડી દઈએ
કરીને આપણી વાત ખુલીને
એકબીજાને બસ મોહી લઈએ
તને મનગમતું હું કરું હસીને
ને આપડી એ જૂની ક્ષણો માણીયે
પ્રેમથી હાથમાં તારો હાથ લઈને
એક મુક્ત સફરે ફરી નીકળી પડીયે
દુઃખના સ્પીડ બ્રેકર એમજ તોડી દઈએ
તારા-મારા આંસુઓને હાથોમાં થામી લઈએ
કોઈ હોય શંકા નિજ વચ્ચે સમાધાન કરીયે
બનીને મસ્ત ગગનવાસી ફરી પ્રેમમાં પડીએ
લોકડાઉનની તો પરવા ન લેશ માત્ર કરીયે
" ભાવુ"ચાલને ડિયર આજ ફરી મનમંદિરે મળીયે