સાવ ખાલી પડયા આ બાંકડા
સાથી બનતા જે મિત્રોના...
હીંચકા-લપસણી ને બગીચા
સૂના પડયા છે જો ને રાહમાં...
કલરવમાં ગૂંજતી શાળાઓ
સતત ઝંખતી ભૂલકાંઓ...
શાંત છે શેરીના આ ઓટલા
ભેગા થતાં જયાં ચાર ચોટલા...
સૂમસામ થયાં છે પહોળા રસ્તા
માનવી વિના જો ને સાવ સસ્તા...
ખાલી છે હાટ ને ખાલી બજાર
કયાં સંતાણું ઓનલાઈન બજાર...
ભલે ભકતો હોય લાખો હજાર
છતાંય બંધ થયાં ઈશ્વરનાં દ્વાર...
સતત વેપારમાં શહેરો ધમધમતા
બંધ પડયા સાવ લોકડાઉનમાં...
kittu