મારે તો કાયમ આનંદી રહેવા ની ટેવ જો પડી
મમ્મી ના ગુસ્સા ની સામે સ્મિત કરવાની રીત જો મળી!!
માઁ ની નજર કેદ માં રહેવાની સજા જો મળી!!
એની સાથે લાડ કરવાની ઘડી જો મળી,
મારે તો કાયમ આનંદિત થઇ ને રમવા ની ટેવ જો પડી!!
મમ્મી ના અબોલા સામે કાલુંઘેલું બોલવાની નવી ભાષા મળી!!
એ ગુસ્સા વાલા ચહેરા પર સ્મિત ની છાલક જો મળી!
ગુસ્સા ને સ્મિત માં ફેરવવાની નવી રીત "સ્વરા" ને મળી,
"સ્વરા" ને ખુદ માં જ એક આનંદી છોકરી મળી!!!!
swara #
by dr. priyanka gorasiya