શબ્દ ના કદર, કરનારા શોધું છું,
ઉતરનાર હદયની પાર શોધું છુ;
લાગણી ના ઉભરાઓ, ઠાલવીને,
શૂન્યમાં કરે જે સહવાસ શોધું છું;
અમૂલ્ય અનંત છે કાળ શાશ્વત માં,
સમય ની ચાલે ,ચાલનારા શોધું છું;
સ્વાર્થુ નહીં , સાનિધ્ય મન અંતરંગ,
રંગતરંગ શબ્દવેધી , બાણ શોધું છું;
ઉદ્ગમ છે અક્ષર,ચૈતન્ય સ્વરૂપ મારૂં,
અનુભૂતિ શબ્દમાં, આનંદ શોધું છું;