#આનંદી #
આજ પાણી માં લીટી દોરવી છે
સૂરજ ના ઉજાસ ને માપવો છે
આકાશ ને હાથે થી આંબવું છે
સાગર ની લહેરો ને આંખમાં ભરવી છે
વાયરા ને મીઠી નજરે નિહાળવો છે
પુષ્પ ની મહેક ને મારે કેદ કરવી છે
પશુ પક્ષી ની ભાષાને ઓળખવી છે
એ ભાષા ને અંતરમન થી માણવી છે
કાળ કર્મ અને માયા ને જગથી ટાળવી છે
આ બધા સાથે મનને "અસી" આનંદી રાખવું છે